કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો એક અવિકસિત એવો ભાગ કે જેનાથી અત્યાર સુધી સ્થાનિક લોકો અને પર્યટકોથી અજાણ હતા, આ બીચનું નામ સિમ્બોર બીચ છે. જે ઉના તાલુકાના સિમર ગામ પાસે આવેલા દરિયા કિનારે આવેલો છે.


[[$googlead]]

રિસોર્ટને ખુલ્લો મૂકાયો

જે દીવનો જ એક હિસ્સો છે. ગુજરાતના ઉના તાલુકાના સિમર ગામ અને અન્ય આજુબાજુના લોકો પણ માછીમારી માટેના દંગા બનાવીને રોકાતા હતા. પ્રશંસકે આ જગ્યાને પણ પર્યટક સ્થળ તરીકે વિકસાવવાનું વિચાર્યું, જેથી હવે અહીં મળશે એક નવું દીવ. આજ રોજ દીવ જિલ્લા કલેકટરે અહીં ટેન્ટ હાઉસ તરીકે એક રિસોર્ટને ખુલ્લો મૂકી આ બીચના વિકાસના દ્વાર ખોલ્યા છે.

[[$alsoread]]

અહીં દીવ પ્રશાસનના અંદર આવતી આ જગ્યામાં અધતન સગવડતા વાળા હોટેલ, રિસોર્ટ અને દારૂના બાર સાથે રેસ્ટોરન્ટને હવે પરવાનગી મળી રહી છે. અહીં અંગ્રેજોના સમયનો એક ઐતિહાસિક કિલ્લો પણ દરિયામાં આવેલો છે. જેનું સમારકામ કરીને તેને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે અને હવે અહીં સુંદર બીચ પણ લોકોને ફરવા મળશે.

લોકો ખેતી અને માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા

આ બીચ સુધી આવવા માટે સિમર ગામ પહોંચવા દેલવાડાથી 12 કિલોમીટરનો રસ્તો છે. સિમર ગામથી આ બીચ માત્ર એક કિલોમીટર દૂર છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના 1થી દોઢ કિલોમીટરના વિસ્તાર સિવાયનો અહીં ગુજરાતનો વિશાળ દરિયો આશરે 4થી 5 કિલોમીટરનો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ આ વિસ્તારનો પર્યટક સ્થળ તરીકે વિકાસ થવાથી ગુજરાતના આ અવિકસિત મોટા બિચને પણ ગુજરાત સરકાર પર્યટક સ્થળ તરીકે વિકાસ કરે તો આ વિસ્તારના લોકોને રોજગારીની તક મળશે. દરિયાઈ વિસ્તારના લોકો હાલમાં તો ખેતી અને માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે.


  • Follow us on: