દિવાળીના તહેવારો પહેલા નકલીના કોરાબાર ફુલ્યો ફાલ્યો હોવાનું સામે આવ્યું છે. જેના લીધે ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કરોડોનું નકલી તેલ-ઘી ઝડપાઈ જતા તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લેભાગુ તત્વો સામે પગલાં લેવામાં આવ્યા હતા. તહેવાર ટાણે લેભાગુ તત્વો સામે પગલાં લેવા ફુડ વિભાગ સક્રિય થઈ ગયું હતું. 


[[$googlead]]

રાજ્યમાં તહેવાર સમયે નકલીનો કારોબાર કરતા લેભાગુ તત્વો સામે ફુડ વિભાગે પગલાં લીધા હતા. જો કે, ફુડ સેફ્ટી પખવાડિયા નિમિત્તે અધિકારીઓએ વિવિધ દુકાનો, હોટલ અને રૅસ્ટોરન્ટનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કરોડો રૂપિયાનું નકલી ઘી તેમજ તેલ ઝડપાયું હતું. જેથી સંચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

  • Follow us on:

[[$alsoread]]