સુરતમાં ડ્રગ્સ માફિયાને નકલી સર્ટિફિકેટ આપવાના કેસમાં ડોકટરની ધરપકડ કરવામાં આવી છે,જેમાં નકલી સર્ટિફિકેટને લઈ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ડો.મહેન્દ્ર પટેલની ધરપકડ કરી દેવામાં આવી છે,આદિલ નૂરાની 1 કરોડના ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ છે અને ડોક્ટરે આરોપીને નકલી સર્ટિફિકેટ બનાવી આપ્યા છે,જામીન માટે ડોક્ટરે આરોપીને નકલી સર્ટિફિકેટ આપ્યા હતા.


[[$googlead]]

આરોપીએ જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું

વર્ષ 2020માં સુરત ક્રાઈમ બ્રાન્ચે 1 કરોડ 4 લાખના એમ.ડી. ડ્રગ્સ કેસમાં કુલ 19 આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં આદિલ નૂરાની સપ્ટેમ્બર, 2020થી જેલમાં છે. આદિલે હાઈકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું કહી જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરવાની તાકીદ દર્શાવવામાં આવી હતી.

[[$alsoread]]

ડોક્ટરના સહી અને સિક્કા ખોટી રીતે વાપરવામાં આવ્યા

હાઈકોર્ટના આદેશથી તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો કે, આ મેડિકલ સર્ટિફિકેટ સંપૂર્ણ રીતે નકલી છે. ડોક્ટર શોભીતસિંહ ઠાકુરે આ સર્ટિફિકેટ તૈયાર કર્યું હતું, જેમાં ડોક્ટર દિલીપ તડવીના સહી અને સિક્કા ખોટી રીતે વાપરવામાં આવ્યા હતા.

  • Follow us on: