દ્વારકાના જામ ખંભાળીયામાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક સ્થળ પાસેની સરકારી જમીન પચાવી પાડવાનો પર્દાફાશ થયો છે. સંતોષી માતાજીના મંદિરના મુખ્ય ગેટ સામે ખુલ્લી જમીન પચાવી પાડવાનું કાવતરુ વિધર્મીઓ દ્વારા રચવામાં આવ્યું છે. દર્શનાર્થીઓ દર્શન કરવા ના આવી શકે તે માટે આ કાવતરૂં રચાયું છે.
મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન કરવા ના આવી શકે તે માટે કાવતરૂં રચાયું
ત્યારે આ અંગે ફરિયાદ મળતા જ જામ ખંભાળિયા પોલીસે ફરિયાદના આધારે ત્રણ વિધર્મીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે. છેલ્લા 50 વર્ષથી પણ વધારે જુની પૌરાણિક સંતોષી માતાજીના મંદિરમાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે, ત્યારે દર્શનાર્થી દર્શન કરવા ના આવી શકે તે માટે જમીન પચાવી પાડવાનું કાવતરૂં રચાયું છે. જમીનના રાજાશાહી વખતના ખોટા દસ્તાવેજો બનાવી સરકારી જમીન હડપ કરવા નકલી દસ્તાવેજો ઉભા કરાયા હતા.
જમીન કૌભાંડમાં સિટી સર્વે કચેરીના કેટલા કર્મીઓ સામેલ તે અંગે થશે તપાસ
સીટી સર્વેના સંબંધિત અધિકારી અથવા કર્મચારી સાથે સેટીંગ કરીને કિંમતી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા અને આ પ્રકરણમાં પાંચ આરોપીમાંથી એક મહિલા અને એક પુરૂષ સહિત બે આરોપીઓ અગાઉ મૃત્યુ પામ્યા છે. જમીન કૌભાંડમાં સિટી સર્વે કચેરીના તેમજ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પકડાયેલા ત્રણેય ઈસમો વિરૂદ્ધ જામ ખંભાળીયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









