દ્વારકામાં મોટી દુર્ઘટના બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે તેવું લોકો કહી રહ્યાં છે. કારણ કે દ્વારકામાં 70 ટકા જર્જરિત ઈમારતો રોડ ટચ છે. જેમાં નગરપાલિકાએ સાવચેતીના બેનર લગાવી સંતોષ માન્યો છે. દ્વારકાના ભ્રમ કુંડ પાસે આવેલ જર્જરિત ઈમારતો ગમે તે સમયે પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ગઈકાલે ખંભાળીયામાં જર્જરિત મકાન પડતા 3ના મોત થયા હતા. દ્વારકામાં હજારો યાત્રિકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સવાલ ઉભો થાય છે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








