સૌરાષ્ટ્રમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થયા છે અને અનેક જગ્યાએ ધડબડાટી બોલાવી છે. ત્યારે દ્વારકામાં વરસાદી તાંડવ સર્જાયુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગોજીનેશ ગામમાં મેઘરાજાનું રોદ્ર રૂપ જોવા મળ્યું છે. દ્વારકાના ગોજીનેશ ગામમાં વરસાદ બાદ આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.
વરસાદી સિઝનનો અદભૂત નજારો સામે આવ્યો
દ્વારકામાં ધોધમાર વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગોજીનેશ ગામ બેટમાં ફેરવાયું છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ દૂર દૂર સુધી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. તેમજ ખેતરો પણ પાણીમાં તરબોળ થયા છે.









