રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું છે. દ્વારકામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે. દ્વારકામાં વરસાદ બંધ થયા બાદ પણ હાલાકી જોવા મળી રહી છે. ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. તો 3 બત્તી ચોકથી રબારીગેટ સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. દ્વારકામાં વરસાદી પાણીના નિકાલ માટે 5 કરોડના ખર્ચે નાખવામાં આવેલી લાઈન ફેલ થઈ છે. ત્યારે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવું જોવા મળી રહ્યું છે. દ્વારકામાં રેસ્ટોરન્ટ, હોટલ, ATMમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.
Dwarka Rain: શહેરમાં વરસાદ બાદ પણ અનેક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા,જુઓ Video
Dwarka Rain: શહેરમાં વરસાદ બાદ પણ અનેક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા,જુઓ Video
[[$googlead]]
[[$alsoread]]









