• યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદને પગલે ચોમેર પાણી પાણી 
  • ઇસ્કોન ગેટ પાસે ચારેય તરફ પાણી ભરાયા 
  • જામનગર અને ઓખાને જોડતા હાઇવે પર પણ પાણી ફરી વળ્યા 


ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે. પોરબંદર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં મેઘો ધોધમાર વરસી રહ્યો છે. ત્યારે દ્વારકામાં ગઇ કાલે ભારે વરસાદ થયો હતો. જેને લઇને દ્વારકા આખુ પાણી પાણી થઇ ગયુ છે.  ઇસ્કોન ગેટ પાસે પણ પાણી ભરાયા છે. જામનગર અને ઓખાને જોડતા હાઇવે તો આખો પાણીમાં ગરકાવ થયો છે.  ઇસ્કોન ગેટ પાસે આવેલા તમામ રેસ્ટોરન્ટ અને હોટલોમાં પાણી ભરાયા છે. જો કે દ્વારકામાં વરસાદની આગાહી મુજબ આજે ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે.  દ્વારકાના મુખ્ય માર્ગો ફરી પાણીમાં ગરકાવ થાય તેવી સંભાવના છે. 

[[$googlead]]
  • Follow us on:

[[$alsoread]]