ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. તેમાં વલસાડ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ આવ્યો છે. જેમાં પારડી, વાપી સહિત આસપાસના પંથકમાં વરસાદ ખાબક્યો છે. તેમજ ઉમરગામ અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયામાં મુશળધાર વરસાદને પગલે અનેક સોસાયટીઓ વિખુટી પડી હતી. દતાણિ નગર સોસાયટીના મુખ્ય માર્ગ પરના કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. ધસમસતા પુર કોઝવે પર આવતા સોસાયટીના લોકો અટવાયા છે અને કોઝવે પુર આવતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની પધરામણી થઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની પધરામણી થઇ છે. જેમાં ભાણવડમાં વહેલી સવારથી ધોધમાર ચાલુ થયો છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.









