સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના ઘણા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દ્વારકા જિલ્લામાં સતત વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે ભોગાત ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે.
ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ નુકસાન
ભોગાત ગામમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થયા છે. અનેક ગામો પાણીમાં ગળકાવ થયા છે. ત્યારે આંબેડકર વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ભોગાત ગામમાં ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે. સતત 4 દિવસથી ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ઘરોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
હવામાન વિભાગે વરસાદની આગાહી કરી
સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે. જેને લઈને ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જે હવે ઓસરવા લાગ્યા છે. પરંતુ હજુ ગુજરાતમાં વરસાદનું સંકટ ટળ્યું નથી. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં ફરી વરસાદ આવશે. 2 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.









