કલ્યાણપુર ગામની ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યુ છે અને ગામમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. કલ્યાણપુર ગામના ઝાપાનો વિસ્તાર તો જાણે કે બેટમાં ફેરવાયો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે. ત્યારે કલ્યાણપુર ગામની પણ વિકટ સ્થિતિ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદ બારે મેઘ ખાંગા થયો છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ હોય કે ખેતરો તમામ જગ્યાએ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
ચાચલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
દ્વારકાના કલ્યાણપુર ગામે ધોધમાર વરસાદના કારણે કલ્યાણપુર ગામોમાં નદીઓ વહેતી થઈ છે. કલ્યાણપુર ગામે આઠ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકતા ધસમસતા પાણીના પૂર ગામમાંથી વહેતા થયા છે અને લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ટંકારીયા ગામની શાળાના ગ્રાઉન્ડમાં તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.સાથે જ ચાચલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.









