દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જે બાદ કલ્યાણપુરમાં વરસાદને લીધે જે તબાહી સર્જાઇ છે તેના દ્રશ્યો સામે આવ્યા હતા. જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે. ત્યારે ઘણી જગ્યા પર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. તો ક્યાંક મેઘરાજા કહેર વરસાવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કલ્યાણપુરમાં વરસાદમાં પૂરના કારણે કાર પાણીમાં તણાઇ ગઈ હોયે તેવું પણ જોવા મળ્યું હતું. આ કાર તણાતો વીડિયો સામે આવ્યો હતો.


[[$googlead]]

પાણીના પૂર ગામમાંથી વહેતા થયા

કલ્યાણપુરમાં ધોધમાર વરસાદના કારણે ગામમાં નદીઓ વહેતી થઈ છે. કલ્યાણપુર ગામે આઠ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકતા ધસમસતા પાણીના પૂર ગામમાંથી વહેતા થયા છે અને લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ટંકારીયા ગામની શાળાના ગ્રાઉન્ડમાં તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.સાથે જ ચાચલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.

[[$alsoread]]


  • Follow us on: