દ્વારકાના કલ્યાણપુર ગામે ધોધમાર વરસાદના કારણે ગામોમાં નદીઓ વહેતી થઈ છે. કલ્યાણપુર ગામે આઠ ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા ધસમસતા પાણીના પૂર ગામમાંથી વહેતા થયા છે અને લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કલ્યાણપુર ગામના રસ્તોઓ બેટમાં ફેરવાયું છે. તેમજ કાલ્યાણપુર ગામની ચારે તરફ પાણી-પાણી જોવા મળી રહ્યું છે.
કલ્યાણપુર ગામના રસ્તોઓ બેટમાં ફેરવાયા
કલ્યાણપુર ગામની ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યુ છે અને ગામમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. કલ્યાણપુર ગામના ઝાપાનો વિસ્તાર તો જાણે કે બેટમાં ફેરવાયો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે. ત્યારે કલ્યાણપુર ગામની પણ વિકટ સ્થિતિ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદ બારે મેઘ ખાંગા થયો છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ હોય કે ખેતરો તમામ જગ્યાએ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.









