કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે અનેક ગામોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે આ વરસાદી પૂરમાં લોકો આનંદ માણતા જોવા મળ્યા હતા. મહત્વનું કહી શકાય કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો. મેઘરાજાની ક્યાંક મહેર જોવા મળી રહી ચએ તો ક્યાંક મેઘરાજા કહેર વરસાવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.


[[$googlead]]

વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી

હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં અનેક મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી થઇ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમાં બાકોડી, દુધીયા, દેવળીયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઈને મુખ્ય બજારો સહિતના માર્ગો પર ઢીંચણસમા પાણી ભરાય ગયા હતા. સાથે જ આ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ભારે વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા.

[[$alsoread]]


  • Follow us on: