શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ 1852 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ અન્ય માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી પણ મંગાવવામાં આવી છે.
મહત્વનું કહી શકાય કે, શિક્ષણ વિભાગ અન્ય માધ્યમની ભરતી માટે 1852 જેટલી જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મરાઠી, ઉર્દુ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાં TET અને CTET પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.









