વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે,ગરમીની શરૂઆતમાં જ રોગચાળો વકરતા શહેરીજનો ચિંતામાં મૂકાયા છે,છેલ્લા બે દિવસમાં હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે જેમાં,શંકાસ્પદ ડેન્ગ્યુના 167 કેસ,ડેન્ગ્યુના 3 કેસ પોઝિટિવ નોંધાયા છે,તો ચિકનગુનિયાના શંકાસ્પદ 18 કેસ,ચિકનગુનિયાનો 1 કેસ પોઝિટિવ,મેલેરિયાના શંકાસ્પદ 2 હજાર કેસ,ટાઈફોડના 2 કેસ પોઝિટિવ નોંધાયા છે,સીઝનલ ફલૂના 2 કેસ નોંધાયા છે.SSGમાં દૈનિક 1700 જેટલી OPD નોંધાઈ છે.
સુરતમાં પણ રોગચાળો વધ્યો
સુરતમાં ઉનાળાની શરૂઆતમાં રોગચાળામાં વધારો થયો છે,માર્ચમાં 1000 જેટલા દર્દીઓ નોંધાયા છે જેમાં SMCના આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને લોકોના ઘરોમાં પણ તપાસ કરવામા આવી રહી છે,દરેક ઝોન માટે રેપિડ એક્શન ટીમ બનાવાઇ છે તો દર્દીઓને તાત્કાલીક સારવાર મળે તે માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે.ગત વર્ષે માર્ચ મહિનામાં 1200 જેટલા કેસો નોંધાયા હતા આ વર્ષે માર્ચ મહિનામાં આજ દિન સુધી 1000 જેટલા કેસો નોંધાયા.









