EVM પર એલન મસ્કે આપેલા નિવેદનને લઇને ટ્વિટર પર શાબ્દિક યુદ્ધ છેડાયુ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે એલન મસ્કના નિવેદનને લઇને વળતો જવાબ આપ્યો છે. ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મસ્કના નિવેદન પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે EVM હેક થઈ શકે નહીં. મસ્કના નિવેદનમાં કોઈ સત્યતા નથી. તેઓએ ભારત આવીને કંઈક શીખવું જોઈએ.


[[$googlead]]

પૂર્વ કેન્દ્રિય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, મસ્કની વિચારસરણી યુએસ અને અન્ય સ્થળોએ લાગુ થઈ શકે છે, જ્યાં તેઓ ઈન્ટરનેટ-કનેક્ટેડ વોટિંગ મશીનો બનાવવા માટે નિયમિત કમ્પ્યુટર પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે, પરંતુ ભારતના EVM કસ્ટમ ડિઝાઇન, સુરક્ષિત અને કોઈપણ નેટવર્ક અથવા મીડિયા સાથે જોડાયેલા નથી. EVM મશીનમાં કોઇ કનેક્ટિવિટી નથી હોતી. બ્લૂટૂથ પણ હોતું નથી, વાઇફાઇ કે ઇન્ટરનેટ નથી હોતું. વળી EVMને ફરીથી પ્રોગ્રામ કરી શકાતું નથી. રાજીવ ચંદ્રશેખરના આ નિવેદન પર ટેસ્લા અને એક્સના માલિક મસ્કે રિપ્લાય કર્યો છે કે, હેક તો કંઈપણ થઈ શકે છે.

મહત્વનું છે કે, એલન મસ્કે શનિવારે EVM હેક થવાનું જોખમ હોવાનું જણાવ્યું હતું. તેમણે AI દ્વારા હેક થઇ શકે તેવી પણ આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે એલન મસ્કના આ નિવેદનને લઇને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.

[[$alsoread]]


  • Follow us on: