ચૂંટણી પહેલા હંમેશા વિવાદથી ઘેરાયેલું રહેતું EVM હાલ ચૂંટણી બાદ ફરી વખત વિવાદમાં આવ્યું છે. EVM પર એલન મસ્કે આપેલા નિવેદન બાદ EVM ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી બાદ ફરી એકવાર EVM સામે સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, EVMને એક બ્લેક બોક્સ છે. કોઈને પણ તેની તપાસ કરવાની અનુમતિ નથી. જવાબદેહી વગર લોકતંત્ર માત્ર દેખાડો છે. ઉલ્લેખનીય છેકે, એલન મસ્કે શનિવારે EVM હેક થવાનું જોખમ હોવાનું જણાવ્યું હતું. તેમણે AI દ્વારા હેક થઇ શકે તેવી પણ આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે એલન મસ્કના આ નિવેદનને લઇને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.


[[$googlead]]


  • Follow us on:

[[$alsoread]]