આજે શનિવારે 1 જૂને લોકસભા ચૂંટણી માટે સાતમાં અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ જતા લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જોકે સાંજે સાડા છ વાગ્યા બાદ જુદી-જુદી એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલા એક્ઝિટ પોલ હાથ ધરાયા હતા. હવે એક્ઝિટ પોલના પરિણામો આવવા લાગ્યા છે. લોકસભાની 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થયું હતું. સાતમાં તબક્કામાં 57 બેઠકો પર મતદાન પૂર્ણ થતાની સાથે જ દરેક લોકો અંદાજો લગાવી રહ્યા છે. આગામી 5 વર્ષ સુધી દેશ પર કોણ શાસન કરશે તે અંગે તમામ એક્ઝિટ પોલમાં તેમની આગાહી કરવામાં આવી છે. આ અંદાજના આધારે પરિણામ આવશે કે દેશમાં કોની સરકાર બનશે અને લોકસભાની ચૂંટણીમાં કોણ જીતશે.

Viral Video : લગ્ન કે સર્જિકલ સ્ટ્રાઈક? વરરાજાની આવી એન્ટ્રી જોઈને હસીને લોટપોટ થઈ જશો!








