મહિસાગર જિલ્લામાંથી નકલી ખાતર ઝડપાયું છે.ડેભારી સહકારી સંઘમાંથી નકલી ખાતર મળ્યું છે.સેક્રેટરીએ નકલી ખાતર પધરાવ્યાનો આક્ષેપ ખેડૂતો દ્રારા કરવામાં આવ્યો છે.વાવણી બાદ ખાતર નકલી હોવાનું સામે આવ્યું છે.ખેડૂતોએ સહકારી સંઘ ખાતે હોબાળો કર્યો છે.ખાતરની થેલીમાં માટી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે આખરે આ ખાતર ક્યાંથી આવ્યું તેને લઈ સવાલ ઉભા થયા છે તો ખેડૂતોએ યોગ્ય તપાસ કરાય તેવી માંગ પણ કરી છે.
ખેડૂતોએ કર્યો હોબાળો
મહીસાગરમાં નકલી ઘી, નકલી પનીર, નકલી જીરુ બાદ ડેભારી સેવા સહકારી સંઘમાંથી નકલી ખાતર મળી આવ્યું છે.વીરપુરના ડેભારી સહકારી સંઘ માંથી નકલી ખાતર મળી આવ્યું છે,ડી.એપ.પી ખાતરની થેલીઓ સંઘના સેક્રેટરી દ્વારા ખેડૂતોને પધરાવી દીધી હોવાની વાત સામે આવી છે.ખેડૂતોએ સિયાળું સિઝનની વાવણી કરી દેતા ખાતર નકલી હોવાનું સામે આવ્યું છે.સહકારી સંઘના અન્ય લોકોને અજાણ રાખી સેક્રેટરી દ્વારા નકલી ખાતર ડેપોમાં ઉતારવામાં આવ્યું હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે.
પોલીસ ફરિયાદની ઉઠી માંગ
ખાતર ખેડૂતોને પધરાવી દેતા ખેડૂતોએ સહકારી સંઘ ખાતે હોબાળો કર્યો છે સાથે સાથે ખેડૂતોએ હોબાળો કરતા સેક્રેટરીએ સંઘ માંથી ખાતર તાત્કાલિક ધોરણે હટાવી લીધું.સરકાર માન્ય સરદારના નામની થેલીનો દૂર ઉપયોગ કરી ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાની બૂમો સામે આવી રહી છે.આબેહૂબ થેલીનો ઉપયોગ કરી અંદર માટી હોવાનું ખેડૂતો રટણ પણ કરી રહ્યાં છે.આખરે આ ખાતર ક્યાંથી લાવામાં આવ્યુ તેની યોગ્ય તપાસની માંગ ખેડૂતો કરી રહ્યાં છે.પોલીસ ફરિયાદ નોંધી તેવી પણ માંગ ઉઠી છે.









