રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ધોળીધાર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોળીધાર ગામમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેમાં નદીમાં પૂર આવી જતા ખેડૂત અને બળદ ફસાઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી. રાજકોટ જિલ્લાનાં જામકંડોરણા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે ધોળીધાર ગામમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના લીધે અચાનક નદીમાં પૂર આવ્યું હતું તો એક બળદગાડું પૂરમાં તણાઈ ગયું હતું. જેમાં ખેડૂત અને તેના બળદ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ખેડૂત અને બળદને તણાતા જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ ભારે જહેમતથી ગ્રામજનોએ ખેડૂત અને બળદને હેમખેમ બચાવી લીધા હતા.


[[$googlead]]

જામકંડોરણામાં ધોધમાર વરસાદ

રાજકોટમાં હવામાને કરેલી આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જામકંડોરણા અને જેતપુર વિસ્તારમાં ભારે વરસાદ વરસી જતાં વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. રોડ રસ્તા પાણીથી તરબોળ થઈ ગયા હતા. તો તેની સાથે ભારે પવનના લીધે વાતાવરણમાં પલટો આવી ગયો હતો. શેરીઓમાં પાણીઓ વહેતા નદી વહી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા.તો વાહનચાલકોને વરસાદના લીધે મુશ્કેલી અનુભવાઈ હતી.

[[$alsoread]]

  • Follow us on: