ખેડૂતોની માથાદીઠ આવકમાં મામલે ગુજરાત દેશભરમાં 10 નંબર રહેવા અંગેનાં નીતિ આયોગનાં રિપોર્ટ અંગે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે નંબર બતાવવાનું કામ પણ ભાજપ સરકારે કર્યું છે. ખેડૂતોને ક્યાં સેક્ટરમાં મદદ કરવાની જરૂર છે તે જાણવા માટે જ આ આંકડા દર્શાવાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો માટે યોગ્ય કામ કરી રહી છે.
ખેડૂતોની માથાદીઠ આવક મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન
નીતિ આયોગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ખેડૂતોની માથાદીઠ આવક મામલે ગુજરાત દેશભરમાં 10 નંબર હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નંબર બતાવવાનું કામ પણ ભાજપની સરકારે જ કર્યું છે. ખેડૂતોને ક્યાં સેક્ટરમાં મદદ કરવાની જરૂર છે તે જાણવા જ આ આંકડા દર્શાવાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે. ખેડૂતોની આવક વધારવા ગુજરાત સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.









