છોટા ઉદેપુર નસવાડીના સોડત ગામના યુવકની રિલ્સ ઉતારવા જતા મળ્યો મેથીપાક. સોડત ગામના યુવકનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આ યુવકના હાથમાં એક તીક્ષ્ણ હથિયાર જોવા મળે છે. યુવક તીક્ષ્ણ હથિયાર ચલાવવાની રિલ બનાવે છે. અને પછી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ રિલ્સ અપલોડ કરે છે. યુવકને લાગે છે કે આવી રિલ્સ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરતાં તેને વધુ વ્યુ મળશે અને તેને વધુ લોકપ્રિયતા મળશે.


[[$googlead]]

જોખમી સ્ટંટનો વીડિયો કર્યો અપલોડ

નસવાડીના આ યુવકનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એકશનમાં આવી. પોલીસે તીક્ષ્ણ હથિયાર સાથે રિલ્સ બનાવનાર યુવકને બરાબર સાણસામાં લીધો. પોલીસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જ યુવકની તપાસ કરી. યુવકના ઘરે પોલીસ પંહોચી અને યુવાનની અટકાયત કરી. સાથે આવી જોખમી રીલ નહીં બનાવવાનો અન્ય લોકોને પણ સંદેશ આપતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો. સોડત ગામના યુવાને બાઈક ઉપર છરા સાથે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીની રીલ અપલોડ કરી હતી. પોલીસે આવા જોખમી રીલ બનાવના સ્ટંટબાજ યુવાન સુનિલ જેન્તીભાઇ તડવીને પકડીને બી ફોર અને આફ્ટરના પાઢ શીખવ્યા.

[[$alsoread]]

પોલીસે સ્ટંટ બાજને આપ્યું જ્ઞાન

ઉલ્લેખનીય છે કે આજના મોટાભાગના યુવાનોમાં સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મનો ઉપયોગ વધ્યો છે. પરંતુ યુવાનોના ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવાના બદલે અવનવા જોખમી સ્ટંટ બનાવી પોતાના એકાઉન્ટમાં શેર કરે છે. આવા જોખમી સ્ટંટ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે અને તે પણ ફેમસ થવાના ચક્કરમાં વધુ એક જોખમી રીલ બનાવે છે. છેલ્લા કેટલાક સમયથી યુવાનોની સાથે સગીર બાળકો પણ હવે જોખમી રીલ બનાવવા લાગ્યા છે. જેના કારણે ગંભીર અકસ્માત જેવી ઘટનાઓ બની રહી છે. અને એટલે જ હવે તંત્ર દ્વારા આવા જોખમી રીલના સ્ટંટબાજોને કાયદાનું જ્ઞાન કરાવવામાં આવે છે.

  • Follow us on: