દ્વારકામાં આગનો એક બનાવ સામે આવ્યો છે. દ્વારકાના વિરમેશ્વરનગર ફ્લેટમાં ચોથા માળે આગ લાગતા લોકોમાં ખૂબ જ ભય ફેલાયો છે. આગને પગલે લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. તેમજ ફાયર વિભાગની ઘટનાની જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે આવીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે. મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકામાં આવેલા વિરમેશ્વરનગર ફ્લેટમાં ચોથા માળે ભયાનક આગ ફાટી નીકળી હતી. જેના લીધે નાસભાગ મચી ગઈ હતી.
સ્થાનિકોએ આગના બનાવની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરી
આગની ઘટનાને લઈને લોકો ભયભીત થઈ ગયા હતા. ચોથા માળે આગ લાગતા સમયસર પરિવારના લોકો બહાર નીકળી ગયા હતા. આગને જોતા આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ આગના બનાવની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરી હતી. દ્વારકા નગર પાલિકાના અધિકારીઓ અને ફાયર ટીમ પહોંચી ગઈ હતી. જે બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ કેવી રીતે લાગી તેની પ્રાથમિક તપાસ કરાતા જાણવા મળ્યું કે, અચાનક શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોઈ શકે છે. જોકે, આગના લીધે તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, હાલમાં આગને કાબૂમાં લેવામાં આવી છે.









