સુરતમાં વધુ એક વખત આગની ઘટના બની છે. સુરતના પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર બિલ્ડિંગમાં આગની ઘટના બની છે. બિલ્ડિંગમાં પહેલા લિફ્ટમાં આગ લાગી અને ત્યારબાદ આગ વધુ પ્રસરી હતી. નક્ષત્ર બિલ્ડિંગમાં લાગેલા બોર્ડ પણ બળીને ખાખ થઈ ગયા છે. આગની ઘટના બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.


[[$googlead]]

સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં

7 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે અને ભારે જહેમત બાદ આગની કાબુમાં લીધી છે. જો કે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ત્યારે આગ કયા કારણોસર બિલ્ડિંગમાં લાગી તે પણ અત્યાર સુધીમાં જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે ભારે ગરમીના કારણે શહેરમાં અનેક જગ્યાએ આગની લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવા માટે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. 

[[$alsoread]]

  • Follow us on: