દ્વારકાના રુપેણ બંદરમાં માછીમારનું અપહરણ કરવામાં આવ્યું છે, જૂના હિસાબની રકમ પરત લેવા અપહરણ કરાયું હોવાની વાત સામે આવી છે, મકાનમાં ગોંધી રાખી 2 લાખ રુપિયાની ખંડણી માગી હોવાની વાત સામે આવી છે, રહીશ અનવર અલી અને તેના સાગરીતોએ કર્યુ અપહરણ તો સુમાર જુમ્માએ અનવર પાસેથી 1.60 લાખ લીધા હતા અને ફરિયાદી સુમારે 60 હજાર અનવર અલીને પરત કર્યા હતા તો ઉર્ષમાંથી અનવર અલીના માણસોએ કર્યુ સુમારનું અપહરણ અને ફરિયાદીએ મોબાઈલથી વીડિયો બનાવી વાયરલ કર્યો.
દ્વારકાના રૂપેણ બંદરમાં જુના હિસાબની રકમ પરત લેવા અપહરણ કરાયું
દ્વારકાના વરવાળા ગામે ઉર્ષ પ્રસંગમાં આવેલા માંગરોળના યુવકનું પૈસાની લેતી - દેતી મામલે રૂપણે બંદર વિસ્તારના સાત શખ્સો દ્વારા અપહરણ કરી જઇને મકાનમાં ગોંધી રાખી રૂા. ૨ લાખની ખંડણી માંગવા સાથે ખૂનની ધમકી આપીને બેફામ માર માર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે દ્વારકા પોલીસે તમામ સાત આરોપીઓ સામે ભારતીય ન્યાયસંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે.









