સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે,ઈડર, વડાલી, ખેડબ્રહ્મામાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે,સાથે સાથે વિજયનગર અને પોશીનામાં વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો છે,ઝીરો વિઝિબિલિટીથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે,વાહન ચાલકોને લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાનો વારો આવ્યો છે.


[[$googlead]]

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે,તેમજ સમગ્ર જિલ્લામાં વાદળછાયુ તેમજ ધુમ્મસ છવાયું છે.હવામાન વિભાગે પહેલાથી જ સાબરકાંઠામાં માવઠાની સંભાવના દર્શાવી છે,ઈડર વડાલી ખેડબ્રહ્મા વિજયનગર પોશીના સહિતનાં વિસ્તારોમાં ધુમ્મસ ભર્યા વાતાવરણથી હાલાકી પડી રહી છે.ભેજ તેમજ વાદળછાયુ વાતાવરણ અને માવઠાથી ખેડૂતજગતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.ઈડર, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પ્રતાજ અને પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યું ધુમ્મસ ભર્યું વાતાવરણ.

[[$alsoread]]

બે દિવસથી પડે છે સાબરકાંઠામાં પડે છે વરસાદ

સાબરકાંઠા જિલ્લાના 8માંથી 4 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે શનિવારે વહેલી સવારથી ઠંડીની અસર જોવા મળી હતી અને ધુમ્મસ છવાઈ હતી. હિંમતનગરમાં ઠંડીની અસરને લઈને રોડ પર અવર જવર ઓછી જોવા મળી હતી. તો ઠંડી અને ધુમ્મસને લઈને જન જીવન પર અસર જોવા મળી હતી. જેના કારણે બજારો પણ મોડા ખુલ્યા હતા. ધુમ્મસને લઈને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

  • Follow us on: