રાજકોટમાં ધુળેટીની રંગારંગ ઉજવણી થઈ રહી છે ત્યારે પૂર્વ CM વિજય રુપાણીએ કરી ધુળેટીની ઉજવણી તો પરિવારના સભ્યો અને કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી તો વિજય રૂપાણીએ ધુળેટીની શુભેચ્છાઓ પાઠવી છે.


[[$googlead]]

ધુળેટીના દિવસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

ધુળેટી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ પૂર્વ માહોલમાં લોકો ધુળેટીની ઉજવણી કરી શકે તે માટે રાજકોટમાં પોલીસ તંત્ર સજ્જ થયું છે. ધૂળેટીનાં દિવસે પોલીસની અલગ-અલગ ટીમો વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે અને સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી બાઝ નજર રાખશે. આ મામલે રાજકોટ DCP એ માહિતી આપી છે.

[[$alsoread]]

ધૂળેટીના દિવસે 1680 પોલીસ જવાનો તૈનાત

રાજકોટ DCP ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે,ધુળેટીનો પૂર્વ હોવાથી ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા અને શાંતિપૂર્ણ માહોલમાં લોકો ધુળેટીનો પર્વ ઊજવી શકે તે માટે પોલીસે વિવિધ ટીમો બનાવી છે જે અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે. આવતીકાલે 1680 પોલીસ જવાનો તૈનાત રહેશે. સાથે સંવેદનશીલ વિસ્તારોમાં એસઓજી પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ શી ટીમ પણ કાર્યરત રહેશે.

  • Follow us on: