ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચારી અધિકારીઓને હાંકી કાઢવા માટે ઓપરેશન ગંગાજળ શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરીને ઘરભેગા કરી દેવામાં આવે છે. જેમાં સરકાર દ્વારા વધુ બે અધિકારીઓને ટર્મિનેટ કરી દેવાયા છે. ગોધરા રેન્જના વન અધિકારીઓે સામે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોબેશન પીરિયડમાં રહેલા બન્ને અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યાં છે.


[[$googlead]]

પરીક્ષેત્ર વન અધિકારી વિજય ચાવડા અને આકાશ પડસાલાને ટર્મિનેટ કરાયા

ઓપરેશન ગંગાજળ હેઠળ પ્રોબેશનમાં રહેલા પરીક્ષેત્ર વન અધિકારી વિજય ચાવડાને સરકાર દ્વારા ટર્મિનેટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આકાશ પડસાલાને પણ ટર્મિનેટ કરાયા છે. બંને અધિકારી સામેની તપાસ બાદ સરકારે તેમને ટર્મિનેટ કરવાનો નિર્ણય લીધો છે. પ્રોબેશન પીરિયડમાં રહેલા બન્ને અધિકારીઓ સામે પગલાં લેવામા આવ્યાં છે. ઓપરેશન ગંગાજળ હેઠળ બંને અધિકારીઓ સામે લેવાયેલા એક્શનથી અન્ય અધિકારીઓમાં પણ ચિંતા શરૂ થઈ છે.

[[$alsoread]]


  • Follow us on: