ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત્ જોવા મળ્યુ છે. કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સમર્થન આપ્યુ છે. પાલ આંબલિયા ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. તેમનુ કહેવુ છે કે છેલ્લા બે સપ્તાહથી ઉમેદવારો દેખાવો કરી રહ્યા છે. ખેલ સહાયક યોજના રદ્દ કરવાની ઉમેદવારોની માંગ કરી છે. કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા માગ કરવામાં આવી છે પરંતુ સરકારે લાંબા સમયથી શિક્ષકોની ભરતી કરી નથી.


[[$googlead]]

27 માર્ચે પણ કર્યો હતો વિરોધ 

[[$alsoread]]


મહત્વનું છે કે ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માગણી સાથે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં ગત 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી નિમણૂક થઈ નથી અને સરકારે હાલની કરાર આધારિત નીતિ બંધ કરીને કાયમી ધોરણે ભરતી હાથ ધરવી જોઈએ. આ માગણીઓને લઈને 27 માર્ચ ગુરુવારે વ્યાયામ વીરોએ ગાંધીનગરમાં PTના દાવ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 


3100 જગ્યાઓ પડી છે ખાલી 

વ્યાયામ શિક્ષકોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT) યોજી હતી, જેમાં 5,000 જગ્યાઓ માટે BPE, BPED, MPED-MPE જેવી લાયકાત ધરાવતા 1,700 ઉમેદવારો પાસ થયા હતા. હાલ 1,465 ખેલ સહાયકોનું રિન્યુઅલ થયું છે, પરંતુ 3,100થી વધુ જગ્યાઓ હજુ ખાલી પડી છે. આંદોલનકારીઓની માગ છે કે કરાર આધારિત ભરતીને બદલે તાત્કાલિક કાયમી નિમણૂક કરવામાં આવે. વિરોધ કરતા શિક્ષકોનો આક્ષેપ છે કે રાજ્યમાં ધોરણ 1થી 8માં વ્યાયામ શિક્ષકોની ભરતી જ થતી નથી. તેઓએ ગયા એક વર્ષથી સરકારને રજૂઆતો કરી છે અને અનેક અરજીઓ આપી છે, પરંતુ કોઈ પરિણામ ન મળતાં તેઓ ગાંધીનગરમાં રેલી અને આંદોલનનો રસ્તો અપનાવી રહ્યા છે. તેઓની માગ છે કે પ્રાથમિક શાળાઓમાં પણ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી શરૂ કરવામાં આવે. આંદોલન દરમિયાન વ્યાયામ વીરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી છે. વિધાનસભા તરફની કૂચ દરમિયાન પોલીસે તેમને ઢસડીને વાહનોમાં નાખી અટકાયત કર્યા હતા, જેનાથી આંદોલન વધુ તીવ્ર બન્યું છે.

  • Follow us on: