ગુજરાત કિસાનસંઘ દ્વારા કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરવામાં આવી છે. કિસાનસંઘ દ્વારા કૃષિ વીજ જોડાણમાં 10 કલાક વીજળી આપવા માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલ રજૂઆત કરવામાં આવી છે. મગફળીમાં હજુ પીયત માટે વીજળીનો સમય વધારવા માટે માગ કરવામાં આવી છે. તેમજ આગામી રવિ સીઝનમાં ખાતરના જથ્થાને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે.
કૃષિ વીજ જોડાણમાં 10 કલાક વીજળી આપવા રજૂઆત
અગાઉ ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા વિસ્તારોમાં 10 દિવસ માટે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ પણ રેતાળ વિસ્તારમાં મગફળીના પાકને પીયતની જરૂર હોવાથી 10 કલાક વીજળી આપવા માટે વધુ 10 દિવસનો વધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.









