ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં ઠાકોર સમાજ અનામત સમિતિના પ્રમુખે કહ્યું હતું કે, સમાજની સંખ્યા અનુરૂપ સરકારમાં ભાગીદારી હોવી જોઈએ. સમાજની વસ્તી પ્રમાણે બજેટ મળવું જોઈએ. દરેક જિલ્લામાં સમાજના છાત્રાલય જેવી સુવિધા જોઇએ. આ બેઠકમાં ઋષિ ભારતી બાપુ સહિત સાધુ સંતો પણ જોડાયા હતાં.
ઠાકોર સમાજનું ગુજરાતમાં 40 ટકા પ્રતિનિધિત્વ
આ બેઠકમાં OBC સમાજને 54 ટકા અનામત આપવા માગ કરાઈ હતી. બેઠકમાં ઋષિભારતી મહારાજે નિવેદન આપતાં કહ્યું હતું કે, ઠાકોર સમાજનું ગુજરાતમાં 40 ટકા પ્રતિનિધિત્વ છે. 2.50 કરોડની ઠાકોર સમાજની ગુજરાતમાં વસ્તી છે. OBCમાં વસ્તી મુજબ અનામતનું વર્ગીકરણ કરવું જોઈએ. સમાજની આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરવી જોઈએ. આગામી સમયમાં સમસ્ત કોળી ઠાકોર સમાજનું બંધારણ અમલમા મુકવા માટેની ચર્ચા થશે.









