ગાંધીનગરની મહિલા સાથે ઠગાઇ થઇ હોવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે મહિલા સાથેના ઠગાઈ કેસમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપી રાકેશ પટેલની પટનાથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આરોપીઓએ CBIના નામે મહિલા સાથે વાત કરી હતી.


આરોપીઓએ CBIના નામે મહિલા સાથે વાત કરી હતી

મહિલા સાથે ઠગાઇના મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેને લઈને આરોપીઓએ CBIના નામે મહિલા સાથે વાત કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. તાઈવાન જતા કુરિયરમાં ડ્રગ્સ મળવાનું કહીને ઠગાઇ કરી હોવાનું પણ સામે આવ્યું છે.

ખાનગી કંપનીનું બેન્ક એકાઉન્ટ બિહારના પટનાનું

મહત્વનું કહી શકાય કે, મહિલાને કોલ કરી 60 લાખ તબક્કાવાર જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારે ખાનગી કંપનીનું બેન્ક એકાઉન્ટ બિહારના પટનાનું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પંકાજકુમાર નામનો આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. 

  • Follow us on: