ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના પાક વિમાના રિપોર્ટને નકાર્યા બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓ સાથે આજે પાક વિમાને લઈ બેઠક યોજી છે. આ બેઠકમાં પાક વિમા અંગે ચાલી રહેલી કામગીરી પર સમીક્ષા કરવામાં આવી છે. તેમજ હાઈકોર્ટ દ્વારા રિપોર્ટ સંદર્ભે કરેલા ડાયરેક્શનની સમીક્ષા કરવામાં આવી છે. આવતીકાલે દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે પણ બેઠક યોજવામાં આવશે. કેન્દ્રીય કૃષિ મંત્રી સાથેની બેઠકમાં પડતર મુદ્દાોને લઈ ચર્ચા કરવામાં આવશે.


[[$googlead]]

પાક વિમા બાબતે 2 સપ્તાહમાં વધુ વિગતો આપવા હાઈકોર્ટનો આદેશ

[[$alsoread]]

ઉલ્લેખનીય છેકે, ગતરોજ હાઈકોર્ટે રાજ્ય સરકારના પાક વિમાના રિપોર્ટને નકારી દીધો હતો. સરકારે રજૂઆત સાંભળ્યા વિના જ સર્વે બનાવ્યો હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે. નવેસરથી સોગંદનામું કરવા અને 2 સપ્તાહમાં વધુ વિગતો આપવા હાઈકોર્ટ દ્વારા સરકારને આદેશ આપવામાં આવ્યો છે. 

  • Follow us on: