રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો આજે ગાંધીનગર પહોંચ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં પીડિત પરિવારોએ ન્યાય માટે રજૂઆત કરી છે, આ મુલાકાતમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરિયા હાજર રહ્યા હતા.


[[$googlead]]

મુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહીની આપી ખાતરી

[[$alsoread]]

મુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. પરિવારજનોએ જવાબદાર ધારાસભ્ય, કોર્પોરેટર સામે અને મંજૂરી આપનાર અધિકારી સામે પણ ગુનો નોંધવાની માગ કરી છે સાથે જ કહ્યું કે આવા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે તેવી માગ પણ પીડિત પરિવારોએ કરી છે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા જ રાજકોટમાં સાંજના સમયે ટીઆરપી બિલ્ડીંગમાં આવેલા ગેમઝોનમાં મોટો અગ્નિકાંડ સર્જાયો હતો.

  • Follow us on: