ગુજરાતના HTAT મુખ્ય શિક્ષકોનું સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આગામી 15 જુલાઈ સુધી નિયમો જાહેર કરવાનો સમય હતો. જો 15 જુલાઈ સુધીમાં નિયમો જાહેર કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. 16 જુલાઈથી આમરણ ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાત રાજ્ય મુખ્ય HTAT સંઘ દ્વારા એલાન કરવામાં આવ્યું છે.
બદલી સહિત અન્ય નિયમો સરકાર બનાવે તેવી માગ
ઉલ્લેખનીય છેકે, HTAT મુખ્ય શિક્ષકો છેલ્લા ઘણા વર્ષોથી તેમની બદલી સહિત અન્ય નિયમો સરકાર બનાવે તેવી માગ કરી રહ્યા છે. વારંવાર આંદોલનો પણ કર્યા છે, પરંતુ સરકારે કોઈને કોઈ રીતે આંદોલનો શાંત કર્યા છે. છેલ્લે આમરણ ઉપવાસનું આંદોલન કર્યુ હતું અને અલ્ટીમેટમ આપ્યું હતું ત્યારે સરકારે કહ્યુ હતું કે, 15 જુલાઈ સુધીમાં તમામ નિયમો બનાવી દેવામાં આવશે.









