ગાંધનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. મુખ્યમંત્રીના અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી છે. તેમજ અધિકારીઓની કામગીરી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી છે. નિયમો વિરુદ્ધ કામગીરી થતી હોવાનું ધ્યાને આવ્યું છે.


[[$googlead]]

કેબિનેટ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ અને વડોદરા હરણી બોટ કાંડ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં ઓછા વરસાદવાળા તાલુકામાં સિંચાઈની સમીક્ષા કરવામાં આવી છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી નિયમો મુદ્દે ચર્ચા કરાઈ છે. HTATના બદલીના નિયમો અને GMERSમાં મેડિકલ ફી વધારા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી છે.


[[$alsoread]]
  • Follow us on: