ગુજરાતમાં જુની પેન્શન યોજના લાગુ કરવામ માટે છેલ્લા ઘણાં સમયથી માગ ઉઠી છે. જુની પેન્શન યોજના લાગુ કરવા માટે શિક્ષકો દ્વારા અનેક વખત સરકારને રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી.
15 હજારથી વધુ શિક્ષકો ગાંધીનગરમાં કરશે ધરણા
પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ત્યારે ફરી એકવાર આજે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં રાજ્યભરના શિક્ષકો ધરણા કરી રહ્યા છે. રાજ્યભરમાંથી શિક્ષકો ગાંધીનગર આવવા રવાના થઈ ગયા છે. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવહી ખાતે શિક્ષકો દ્વારા ધરણા કરવામાં આવશે. રાજ્યભરમાંથી 15 હજારથી વધુ શિક્ષકો ગાંધીનગર ખાતે ધરણામાં જોડાશે.
જૂની પેન્શન યોજનાની માગ સાથે શિક્ષકોના ધરણા
શિક્ષકોએ જણાવ્યું કે, શિક્ષકોને નવી પેન્શન યોજનામાં 2000, 2500 અને વધુમાં વધુ 2700 રૂપિયા પેન્શન ઓનરેકોર્ડ મળે છે, જે હાસ્યને પાત્ર છે. આ પેન્સનથી એક મહિનાના દૂધનો હિસાબ નથી આવતો. આ 2700માં તેલનો ડબ્બો પણ નછી આવતો. તો ઘડપણની અંદર કર્મચારી પોતાનું જીવન કેવી રીતે ચલાવે? શિક્ષકોએ આ નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના લાગૂ કરવાની માંગ કરી હતી.









