ગાંધીનગરમાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગાંધીનગરમાં 13 વિશિષ્ટ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગાંધીનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે. તેમજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શહેરમાં પ્રભાત ફેરી, યોગયાત્રા, યોગ નિદર્શન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જિલ્લામાં 13 વિશિષ્ટ સ્થળો અને 1462 અન્ય સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. તેમજ જિલ્લામાંથી 2,60,000થી વધુ લોકો યોગ દિવસ નિમિત્તે ભાગ લેશે.


[[$googlead]]

ઉલ્લેખનીય છેકે, વર્ષ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ 2015થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.

[[$alsoread]]
  • Follow us on: