રાજ્યમાં આજે વહેલી સવારથી વરસાદીમાં જામ્યો છે. સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ માણસામાં પણ વરસાદ વરસ્યો છે. માણસામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. માણસામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તેમજ રોડ-રસ્તાઓ પાણીમાં તરબોળ થયા છે.
માણસા અને આસપાસના ગામમાં વરસાદ
માણસામાં ધોધમાર વરસાદ વરસતા સોલૈયા અને ઈટાદરા ગામમાં વરસાદી પાણી ભરાયા છે. માણસા અને આસપાસના ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માણસા સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રોડ-રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન-પરેશાન થયા છે. તેમજ પાણી ભરાવાના કારણે અનેક વાહન બંધ થયા છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી
સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગરના માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જો સતત વરસાદ પડશે તો નીચાણવાળા ગામાં વધુ પાણી ભરાઈ તેવી શક્યતા છે.









