આજે પાટનગર ગાંધનગરના સ્થાપના દિવસે વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ પાટનગર ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક સેક્ટરમાં વરસાદ શરૂ થયો છે. ગાંધીનગર શહેરમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


[[$googlead]]

ગાંધીનગરના અનેક સેક્ટરમાં વરસાદ

ગાંધીનગર વાસીઓ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ગાંધીનગરમાં બે દિવસ પહેલા પણ વરસાદ વરસ્યો હતો, પરંતુ ફરીથી વિરામ લેતા ઉકરાટ પણ એટલો જ વધ્યો હતો. જોકે સવારથી અનેક સેક્ટરોમાં વરસાદ વરસતા સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. વહેલી સવારથી વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

[[$alsoread]]

હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી

મહત્ત્વનું છેકે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

  • Follow us on: