રાજ્યમાં સરકાર સામેના આંદોલન અટકવાનું નામ લઈ રહ્યા નથી. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીની જાહેરાત બાદ પણ આંદોલન યથાવત જોવા મળ્યું છે. હવે કોમ્પ્યુટર, વ્યાયામ, સંગીત, ચિત્ર સહિતના વર્ગમાં શિક્ષકોની ભરતી કરવા માટે ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ગુજરાત સરકાર આગામી સમયમાં પ્રાથમિક શાળાઓમાં 10 હજાર શિક્ષકોની ભરતી કરશે,TET 1 અને 2 પાસ ઉમેદવારોને આ ભરતીમાં લાભ મળી શકે, ટેટ 1 પાસ કરનાર ઉમેદવારોની સંખ્યા ઓછી છે. આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ આખરી મંજૂરી આપશે.


[[$googlead]]

સચિવાલયના ગેટ પર ઉમેદવારોને રોકવામાં આવ્યા

તમામ ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને સચિવાલયના ગેટ નંબર એક પર જ ઉમેદવારો એકઠા થયા છે અને શિક્ષકોની ભરતીમાં અન્ય વિષયો જેમ કે કોમ્પ્યુટર, વ્યાયામ, સંગીત અને ચિત્રના શિક્ષકની ભરતી જાહેર કરવા માગણી કરી છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી શિક્ષકોની ભરતીમાં કોમ્પ્યુટર, વ્યાયામ, સંગીત,ચિત્ર સહિતના શિક્ષકોનો સમાવેશ કરાયો નથી. ત્યારે હાલમાં સચિવાલયના ગેટ નંબર એક પર જ ઉમેદવારોને રોકવામાં આવ્યા છે.

[[$alsoread]]


  • Follow us on: