આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્લાસ્ટિકના વિકલ્પો અને રિસાયક્લિંગ સોલ્યુશન્સના પ્રદર્શનની મુલાકાત લઈને રસપ્રદ માહિતી મેળવી હતી.આ વેળાએ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા.આજે મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં 11 જેટલા પ્રોજેક્ટોનો લોકાર્પણ,ખાતમુહૂર્ત,ઇ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણના માધ્યમ થકી સંતુલિત વિકાસ તરફ રાજ્યને વેગ મળશે તેમજ પર્યાવરણની સાથે સાથે ગુજરાતનો વિકાસ જળવાઈ રહે, ઉદ્યોગકારોને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો આધાર મળે તે માટે રાજ્ય સરકાર અવિરત પ્રયત્નો કરી રહી છે.
કચરામાંથી હાથ વણાટથી ફેશનેબલ વસ્તુઓનું ઉત્પાદન
આ પ્રદર્શનીમાં ઈશિત્વા રોબોટિક સિસ્ટમ્સ પ્રા.લિ.દ્વારા એવી મશીનરી વિક્સાવવામાં આવી છે કે,જે આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સની મદદથી પ્લાસ્ટીકના કચરાને અલગ તારવી શકે છે અને કચરાનું વર્ગીકરક્ણ ચોક્કસ થઇ શકે છે.આ મશીનરીની મદદથી માનવબળ પરનું ભારણ ઘટી શકે છે.વોલ્યુમ પ્રદર્શનીમાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા પ્લાસ્ટિકના કચરામાંથી હાથ વણાટથી ફેશનેબલ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.આ વસ્તુઓ મહિલાઓની આજે આજીવિકાની તકો ઊભી કરે છે અને નાગરિકોમાં સંતુલિત જીવનશૈલીને પ્રેરણા આપે છે.સિંગલ-યુઝ પ્લાસ્ટિક (SUP) ને હેન્ડબેગ અને ફેશન વસ્તુઓમાં રૂપાંતરિત કરવાની પહેલથી ગુજરાતમાં પ્લાસ્ટિક પ્રદૂષણમાં ઘટાડો થયો છે એટલું જ નહીં પરંતુ લોકલ કમ્યુનિટી -ખાસ કરીને મહિલાઓને -આજીવિકાની તકો ઊભી કરીને અને નાગરિકોમાં સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ પસંદગીઓને પ્રેરણા આપીને સશક્ત બનાવવામાં આવ્યા છે.









