મહારાષ્ટ્ર રાજ્યના ભંડારા જિલ્લામાં દુંદાળા દેવ ગણપતિની વિસર્જન વેળાએ એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. શોભાયાત્રા દરમિયાન જોવા ઉમટેલી ભીડ પર ઘર-દુકાનોનો એકમોટો ભાગ ધરાશાયી થતા એની પર રહેલાં 50થી વધુ લોકો નીચે પડયા હતા. આ ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એકાએક બનેલી આ ઘટનાને લીધે પહેલા કોઈને ખબર ન પડી પરંતુ આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ ખબર પડી આ ઘટના વિશે. જેમાં ગણપતિજીની શોભાયાત્રા એકતરફ આગળ ધપી રહી છે. જ્યારે બીજી બાજું લોકો આ શોભાયાત્રા જોવા ટોળું વળ્યું છે એવામાં અચાનક ધાબાના ભાગ તૂટયો અને લોકો સીધા નીચે પડયાં હતા.


દેશમાં ગણપતિ પૂજા અને સમારોહ માટે વિખ્યાત એવું મહારાષ્ટ્રમાં ગણપતિ વિસર્જનના શોભાયાત્રામાં આ બનાવ બન્યો હતો. જેમાં લોકો કંઈ સમજે તે પહેલા નીચે ધરબાઈ ગયા હતા. ઘટના બાદ તાત્કાલિક લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે હજી કેટલા લોકો ઈજાગ્રસ્ત કે જાનહાનિ થઈ તેનો આંકડો આવ્યો નથી. પરંતુ વાયરલ વીડિયોમાં લોકો એકસાથે નીચે પડતા જોઈ શકાય છે.

  • Follow us on: