બનાસકાંઠામાં ભુસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિત સિંહ સારસ્વાની સૂચનાથી ભુસ્તરની ટીમ બનાસ નદીમાં ત્રાટકી હતી અને વહેલી પરોઢે ખાનગી વાહનમાં બેસી નદી વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યારે છત્રાલા બનાસ નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ હતી. ભુસ્તરની ટીમે પાંચ હિટાચી મશીન અને ત્રણ ડમ્પર ખનીજ ચોરી કરતા ઝડપી પાડ્યા હતા. અંદાજિત રૂપિયા 2.50.કરોડનો મુદ્દામાલ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.


[[$googlead]]

સીઝ કરેલા વાહનોના દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરાઈ

હાલમાં તમામ મશીન અને ડમ્પર સીઝ કરવામાં આવ્યા છે. સીઝ કરેલા વાહનોના દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભુસ્તર વિભાગની કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. ખનીજ ચોરી ઝડપાયાના સમાચાર મળતા જ ડમ્પર અને ટ્રેલરોની રોડ પર લાઈનો લાગી ગઈ છે. બીજી તરફ ગાંધીનગરના દહેગામના નાગજીના મુવાડામાં મેશ્વો નદીમાં ફાળવેલી લીઝનો સજ્જડ વિરોધ કરવામાં આવ્યો છે. 4 ગામના ખેડૂતો અને ગ્રામજનોએ મામલતદારને આવેદન આપીને આ લીઝ રદ કરવાની માગણી કરી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા જો લીઝ રદ કરવામાં નહીં આવે તો તમામ ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરાશે.

[[$alsoread]]

  • Follow us on: