પારડી જીઆઈડીસીમાં આવેલ આર કે લાઈટ કંપનીના કામદારો પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા છે. કામદારો સમયસર પગાર ન મળતો હોવાથી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. મહિનાના 15 તારીખ સુધી પણ પગાર ન કરતા નાના બાળકો હોવાથી તેમજ ગૃહિણીઓને ઘર ચલાવવા મુશ્કેલી પડી રહી છે.
10 તારીખ સુધીમાં પગાર આપવા કામદારોની માગ
આ સિવાય કેટલાક કામદારો લોન ના હપ્તા ભરતા હોવાથી પગાર સમયસર ન મળતા આર્થિક ભારણ આવી પડે છે. કંપનીમા 10 તારીખ સુધીમાં પગાર કરવા માટે કામદારોએ માગ કરી છે. મોટી સંખ્યા મહિલાઓ સહીત પુરુષ કામદારો હડતાલ પર ઉતરી ગયા છે. કંપની સંચાલક ની મનમાની સામે કામદારોનો વિરોધ ચાલી રહ્યો છે. પગાર સમયસર ન થતા લોનના હપ્તા, ફી ભરવામાં મુશ્કેલી પડી રહી છે.
GIDCમાં હજારો યુવક-યુવતીઓ કામ કરે છે
આ સિવાય. પહેલા વડોદરા GIDCમાં પણ ઘટના બની છે. સાવલી તાલુકામાં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં હજારો યુવક યુવતીઓ નોકરી કરી રહ્યા છે. જેમાં કામદારોનું શોષણ પગારના ચૂકવવો હડતાલ અને અકસ્માત જેવા બનાવો વારંવાર નોંધાવા પામે છે. કંપની સત્તાવાળાઓ કામદારોનું શોષણ એ સામાન્ય બાબત થઈ ગઈ છે. તેવામાં પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મંજુસર જીઆઇડીસીમાં આવેલ રાજ ફિલ્ટર નામની કંપનીમાં વિવિધ સમયે અને વિવિધ 12થી વધુ કામદારોના કંપનીના પ્રેસ મશીનમાં આંગળા કપાઈ ગયા છે, પરંતુ અત્યાર સુધી એક પણ કામદારને વળતર કે સારવારના નામે ચુકવણું કરવામાં આવ્યું નથી. તેના પગલે સમગ્ર મામલો મંજુસર પોલીસ મથકે પહોંચ્યો હતો.









