ગીર ગઢડાના દ્રોણેશ્વર ગામ નજીક સિંહ દેખાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં મછુંદ્રી નદીના કિનારે ગુરુકુળ પાસે સિંહ દેખાયો હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું કહી શકાય કે,


[[$googlead]]

દ્રોણેશ્વર-ઈટવાયાને જોડતા રોડ પર સિંહ કેમેરામાં કેદ થયો હતો.

સિંહની રોયલ એન્ટ્રી મોબાઈલ કેમેરામાં કેદ થઈ

[[$alsoread]]

ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગામ નજીક મછુંદ્રી નદીના કિનારે સ્વામિનારાયણ ગુરુકુળ નજીક સિંહ પહોંચ્યો હતો. જેમાં દ્રોણેશ્વર-ઇટવાયાને જોડતા રોડ પર સિંહની રોયલ એન્ટ્રી મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અનેક વખત અહી સિંહો અવાર નવાર જોવા મળ્યા છે.

ઉનાના નાઠેજ રોડ પર બે સિંહના આંટાફેરા

ઉનાના નાઠેજ રોડ પર બે સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા. જેમાં નાઠેજથી સુલતાનપુર જતા રોડ પર બે સિંહ દેખાયા હતા. ત્યારે બે સિંહ રોડ પર આવતા વાહનચાલકો પરત ફરી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. શિકારની શોધમાં ધોળા દિવસે બે સિંહ આવી ચઢતા વાહન ચાલકોના પૈડા થંભી ગયા હતા. બે સિંહને રોડ પર જોતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતુ.


  • Follow us on: