ગીર સોમનાથમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, મહાદેવ મંદિરના દ્વાર નજીક ગંદા પાણી ફરી વળતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. ગટરના ગંદા પાણીએ મુખ્ય માર્ગ પર ગંદકી સર્જી છે. જેના કારણે આસપાસમાં રહેતા લોકોમાં રોગચાળો વધવાનો ભય વધી રહ્યો છે. તંત્રને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ આંખ આડા કાન જોવા મળ્યા છે. છશવારે ગટરના પાણી રોડ પર છલકાવાની ઘટના જાણે હવે સામાન્ય બની હોય તેમ લાગી રહ્યુ છે.
ગટરના ગંદા પાણી બન્યા માર્ગની મુસીબત
સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યાં વાહન ચાલકો મુસીબતમાં ફસાયા છે. છશવારે ગટરના પાણી રોડ પર છલકાવાની બનતી ઘટના સામે કોઇ નક્કર કાર્યવાહી હાથ ધરાઇ નથી. સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર નજીક જ ગંદકી વધતા ભક્તો નિરાશ થયા છે. અને તંત્રને સફાઇ કાર્ય કરવા બદ્દલ ફરિયાદ કરી છે. પાલિકા તંત્રની ઘોર બેદરકારીનો સામનો સામાન્ય જનતા કરી રહી છે. સાગર દર્શન જતાં મુખ્ય માર્ગ પર ગંદકી જોવા મળી રહી છે. યાત્રિકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબર બનવું પડ્યુ છે. આ ગંદકીના કારણે લોકોમાં રોગચાળાનો ભય વધી રહ્યો છે. પાલિકા તંત્ર વારંવાર સમસ્યા ઉકેલાયાની પોકળ વાતોનું જ રટણ કરતી રહે છે.
ભક્તોમાં રોષની લાગણી મળી જોવા
સ્થાનિકોએ વારંવાર ગટર ઉભરાવવાની મુસિબત મામલે તંત્રને રજૂઆત કરી છે. પરંતુ તેમની ઢીલી નીતિના કારણે તેઓની ભૂલનું પરિણામ જનતા ભોગવી રહી છે. મહાદેવના મંદિરના દ્વાર પાસે જ ગંદકી ઉભરાતા ભક્તો વધુ રોષે ભરાયા છે.









