હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં જલપ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. જેમાં પ્રાચી તીર્થ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં સરસ્વતી નદીના કિનારે માધવરાય મંદિર આવેલું છે. જેને પ્રાચી તીરત તરીકે ઓળખવામાં આવે છે. જે ધોધમાર વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયું છે. જિલ્લામાં વરસાદને લઈને જળપ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે નદીઓમાં પણ નવા નીર જોવા મળી રહ્યા છે.









