ગીર સોમનાથના સુત્રાપાડામાં જેટીના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિર્માણાધિન જેટી ચોમાસા પહેલા જ ધોવાઈ જતા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 350 કરોડના ખર્ચે જેટીના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. જેટીની કામગીરીમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાયુ હોવાનો આક્ષેપ કરાયો છે.
જેટીના કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ
ગીર સોમનાથના સુત્રાપાડામાં 350 કરોડના ખર્ચે જેટી નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. ચોમાસા પહેલા જ આ જેટી ધોવાઈ જતાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે માછીમાર સમુદાયમાં પણ ભારે આક્રોશ ફેલાયો છે. સ્થાનિક ભાજપના નેતાઓ પણ આ ભ્રષ્ટાચાર અંગે આગળ આવ્યા છે. આ ભ્રષ્ટાચાર અંગે હવે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.









